ગાઝિયાબાદઃ ગુજરાતમાં બારડોલીમાં એક યુવતીનો સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. અત્યારે બાઈક ઉપર સ્ટંટ કરવાના ગણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રણ યુવતીઓ બુલેટ ઉપર સવાર થઈને સ્ટંટ કરે છે જોકે, પોલીસે આ અંગે ગંભીરતા દાખવીને સ્ટંટ કરનારી છોકરીઓને પાઠ ભણાવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે તેના પર કાર્યવાહી હાથ ધરી છે. 11 હજાર રૂપિયાનું ચાલન કાપવામાં આવ્યું છે, આ સિવાય બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં ત્રણ યુવતીઓ બુલેટ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ અંગે પોલીસ કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી રહી છે.
બુલેટ રાની તરીકે પ્રખ્યાત થયેલી મહિલાનો ત્રીજો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં તે બુલેટ બાઇક પર હેલ્મેટ વિના તેની બંને મિત્રો સાથે જોવા મળી રહી છે. આ અંગે ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તે જ સમયે, ખભા પર બેસીને સ્ટંટના કિસ્સામાં મેમો આપવામાં આવ્યો છે. આ 12 સેકન્ડના વાયરલ વીડિયોમાં એક યુવતી બુલેટ બાઇક ચલાવી રહી છે.
બાઇક ગાઝિયાબાદના નંબરનું છે. એક છોકરી બાઇક ચલાવે છે જ્યારે બીજી તેના ખભા પર બેસી જાય છે. સ્ટંટ દરમિયાન, બંનેએ હેલ્મેટ પણ પહેર્યા નથી. આ વીડિયોમાં, યુવતીઓ કોઈ પણ સેફ્ટી વગર સ્ટંટ કરી રહી છે. આ રસ્તા પર અવર જવર દેખાય છે અને ત્યાં ખતરનાક સ્ટંટ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થતાંની સાથે જ ગાઝીબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે બાઇકનો 11 હજાર રૂપિયાનો મેમો ફાડ્યો છે. ગાઝિયાબાદ પોલીસે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતમાં બારડોલીમાં એક યુવતીનો સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. આવા વીડિયો ઘણીવાર દિલ્હીમાં પણ જોવા મળતા હતા. પરંતુ ગાઝિયાબાદ પોલીસ આ અંગે ગંભીર નોંધ લીધી છે. પોલીસે સ્ટંટર્સ સામે કડક સંકેત આપ્યા છે. છોકરીઓને પણ સ્ટંટિંગ ભારે પડી શકે છે.