સપનાનો અર્થ હંમેશા છુપેલો રહેતો નથી, જયારે વધુ સપનાઓની વ્યાખ્યા ઘણી રીતે કરવામાં આવે છે. સપના આપણી આત્માને અભિવ્યક્તિ કહે છે. એ આપડા અંગે ઘણી બધી વાતો કહે છે. મૃત્યુ પામેલા સબંધી અથવા મિત્ર આપણા સપનામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ પામેલા લોકો કયારે જીવિત લોકોના સંપર્કમાં નહિ આવી માટે મૃત લોકો ઊંઘની અવસ્થામાં આપણા સંપર્કમાં આવે છે, જયારે આપણી વધુ ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે. સામાન્ય કેટલીક સ્મૃતિઓના કારણે મૃત્યુ પામેલા લોકો સપનામાં આવે છે. મૃત લોકોનું સામનામાં આવવું દુઃખ અથવા પશ્ચાતાપની ભાવનાને અભિવ્યક્ત કરે છે. ઘણી વખત જે લોકો સમય અને અપ્રાકૃતિક રૂપમાં મોત થાય છે અને એમના ક્રિયાકરમ રીતિ રિવાજ સાથે થયું નથી. એવા લોકોનું સપનામાં દેખાવાનો સંકેત એ છે કે એમનો અંતિમ સંસ્કાર રીતિ રિવાજ સાથે કરવામાં આવે.ઉપર જણાવેલ વાત ઉપરાંત, આધ્યાત્મિક કારણોથી કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિ આપણા સપનામાં આવી શકે છે. કેટલાક લોકોની મોત સમય પહેલા થઇ જાય છે અને એમના જીવનની ઈચ્છા પુરી કરવામાં અસમર્થ થઇ જાય છે. માટે તેઓ સપનામાં આવી તમારી પાસે મદદની અપેક્ષા રાખે છે.
જે લોકો ખૂબ જ વૃદ્ધ થઈ જાય છે અથવા તેઓ કોઈ રોગનો ભોગ બને છે, તેઓ મૃત્યુ માટે તૈયાર હોય છે અને આ બનવાનું બંધાયેલું છે. જે લોકો અકુદરતી રીતે મૃત્યુ પામે છે – જેમ કે હત્યા અથવા અકસ્માત, તે લોકોથી સરળતાથી છૂટકારો મળતો નથી. આવા લોકો સપનામાં તમારો સંપર્ક કરી શકે છે.ઘણીવાર મૃત લોકો સપનામાં દેખાય છે કારણ કે તેમનો આત્મા જીવન અને મૃત્યુના ચક્રમાંથી છૂટકારો મેળવવા માટે સમર્થ નથી. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે તેમને મદદ કરવામાં અક્ષમ હોઈ શકીએ છીએ. આવી સમસ્યાઓથી બચવા માટે, આપણે કોઈ પંડિત, પૂજારી અથવા ધાર્મિક વિધિઓ સાથે સંકળાયેલા વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ જે આપણો ભય ઘટાડવામાં મદદ કરી શકે.મોટાભાગના મરેલા લોકોનું સપનામાં આવવું તે ચિંતાજનક બાબત નથી. મોટાભાગના કેસોમાં, આ એક નિશાની છે કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તે તમને યાદ કરે છે અથવા તેની યાદો તમારા મગજમાં જીવંત છે કે નહીં. જો તમારું આ પ્રકારનું સપનું છે, તો તમારે સપનામાં આગળ વધવા માટે તે લોકોનો આભાર વ્યક્ત કરવો જોઈએ.