હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રી વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. તો બાકીની બે નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી અને શરદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમયાન માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનું મહત્વ એ માટે પણ વધારે મહત્વ હોય છે કે કારણે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સવંત્સરની શરૂઆત થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીની શરૂઆત 13 એપ્રિલથી થઈ રહી છે અને સમાપન 22 એપ્રિલના રોજ થશે. 13 એપ્રિલના રોજ નવરાત્રીની પ્રતિપદા તિથિ છે અને તે જ દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે.
નવરાત્રીના નવ દિવસોમાં માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેના નવ રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દરેક દિવસ દેવી દુર્ગાના એક રૂપની પૂજા થાય છે. દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપ છે. પહેલા દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચૌથા દિવસે કુષ્માંડા, પાંચમાં દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રી, આઠમાં દિવસે મહાગૌરી અને નવમા દિવસે એટલે કે નવરાત્રીના છેલ્લા દિવસે સિદ્ધિદાત્રીના રૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમયાન કળશ સ્થાપ્નાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે કળશ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માં દુર્ગાના વાહનથી પણ સુખ, સમૃદ્ધિનો અંદાજો લગાવી શકાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીનો આરંભ મંગળવારના દિવસથી થઈ રહ્યો છે અને તે માટે જ માં ઘોડ ઉપર સવાર થઈને આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા શરદીય નવરાત્રીમાં પણ માં ઘોડા ઉપર સવાર થઈને આવી હતી.