પૌરાણિક કથા:-
પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે, તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઇ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા. ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઇ જાય છે.
જેવો એક મહિનો પૂર્ણ થયો, સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ. સૂર્યના મીન રાશિમાં ગોચર ભ્રમણ સાથે જ ખરમાસની શરૂઆત થઇ ગઇ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવગ્રહના રાજા સૂર્ય જ્યારે-જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવની રાશિ ધન અને મીનમાં ગોચર કરે છે, ત્યારે-ત્યારે ખરમાસનો મહિનો શરૂ થાય છે. હિંદુ ધર્મમાં જે પ્રકારે શ્રાદ્ધ અને ચાર્તુમાસમા કોઇપણ શુભ કાર્ય કરવામાં આવતા નથી, તેવી જ રીતે ખરમાસમાં પણ શુભ કાર્ય કરવું વર્જિત રહે છે. ખરમાસમાં પૂજા-પાઠ, દાન-પુણ્ય વગેરે ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ખરમાસના મહિનામાં કરવામાં આવતા પૂજા-પાઠ અને દાન-પુણ્યના કાર્યોથી બધી જ પરેશાનીઓથી છુટકારો મળે છે અને જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
આ કાર્ય કરવાં નહીં:-
ગૃહ પ્રવેશ, લગ્ન જેવાં બધા જ કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર (કાન વીંધવા), પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત વગેરે જેવાં કાર્યો ખરમાસમાં કરવામાં આવતાં નથી.
ખરમાસમાં આ કાર્ય જરૂર કરોઃ-
ખરમાસમાં સૂર્યોદય પહેલાં જાગવું. સ્નાન વગેરે કરીને ભગવાનનું સ્મરણ કરવું.બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ-સંન્યાસીઓની સેવા કરવી.સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ.ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે.શ્રીકૃષ્ણની ઉપાસના અને સૂર્યદેવની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે.આ મહિનામાં ધાર્મિક યાત્રા કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.