જ્યારે આપણે મુસાફરી માટે અથવા કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળીએ છીએ અને અચાનક કોઈને છીંક આવે છે કે બિલાડી રસ્તો કાપી નાખે છે, ત્યારે આપણા મનમાં અનેક પ્રકારની આશંકા ઉભી થાય છે. તેનું કારણ એ છે કે નાનપણથી જ આપણને આ બાબતો વિશે કહેવામાં આવે છે કે મુસાફરી દરમિયાન અથવા ઘરેથી નીકળતી વખતે આવી ઘટનાઓ અશુભ સંકેતો આપે છે. પરંતુ આ માત્ર અંધશ્રદ્ધા જ નથી પરંતુ જ્યોતિષશાસ્ત્ર સંબંધિત માન્યતાઓ છે જે સકારાત્મક કે નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સંકેતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રવાસ દરમિયાન અથવા ઘરની બહાર નીકળતી વખતે જોવા મળે છે, તો તેનો અર્થ એ કે તમારી યાત્રા શુભ થવાની છે અને તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તે પૂર્ણ થવાની સંભાવના છે.
ગાયનું દેખાવું
શાસ્ત્રો અનુસાર જો તમને ઘરેથી નીકળતી વખતે અથવા ક્યાંક યાત્રા દરમિયાન ગાયના દર્શન થાય, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સમજો કે તમારી યાત્રા શુભ રહેશે. તેનું કારણ એ છે કે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયનું છાણ દેખાવું પણ શુભ માનવામાં આવે છે, પરંતુ જો ગાયનાં છાણમાં પગ પડે તો સમજી લો કે તમે થોડી મુશ્કેલીમાં ફસાઇ શકો છો.
અંતિમ યાત્રા દેખાવી
જો તમે મુસાફરી કરતી વખતે અથવા ઘરેથી નીકળ્યા પછી કોઈ મૃત વ્યક્તિની અંતિમ યાત્રા જોશો, તો તેને ખરાબ સંયોગ ન માનશો, પરંતુ તે સફળતાની નિશાની છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનો અર્થ એ છે કે તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થવાની છે અને તમારા અધૂરા કાર્યો પૂરા થવાના છે. શબ યાત્રાને પ્રણામ કરો અને આગળ વધો.
શંખ અથવા ઘંટનો અવાજ સાંભળવો
જો તમે મુસાફરી દરમિયાન અથવા ઘરની બહાર નીકળતી વખતે શંખનો અવાજ અથવા ઘંટનો અવાજ સાંભળો છો , તો સમજો કે તમારી યાત્રા સફળ અને શુભ બનવાની છે અને ભગવાન તમારી સાથે છે. તેનાથી તમારાં અધૂરા કામ પૂરા થઈ જશે અને આખો દિવસ સારો રહેશે.
પાણીનો ઘડો અથવા વાસણો દેખાય
જો તમે મુસાફરી કરતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે જો તમે પાણીનો ઘડો અથવા અન્ય કોઈ વાસણ જોશો, તો નિશ્વિતપણે તમારા બધા કાર્યો પૂરા થઈ જશે. આ સિવાય દૂધ, દહીં વગેરે દેખાવા પણ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ સૂચવે છે કે તમારી યાત્રાના અવરોધો નાશ પામ્યા છે અને તમને તમારા માર્ગમાં સફળતા મળશે.