રાજકોટ: નાની બાળાઓ ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે પરંતુ રાજકોટમાં એક એવી જધન્ય ઘટના બની છે જેના વિશે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. અહીં માત્ર 12 વર્ષના બે બાળકોએ 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બને બાળ આરોપીને સંકજામાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના મોટા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રેતી 13 વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા બે ટીનેજર્સ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સમગ્ર મામલે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના જ એપાર્ટમેન્ટમાં બીજા માળે અને છઠ્ઠા માળે રહેતા 12 વર્ષીય તરુણો દ્વારા તેમની દીકરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ફરિયાદીની દીકરી પાસે બેસવાનું હોય બંને તરુણે શ્વાનને લઈ અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. ત્યારે તરુણી બંને શ્વાનને લઇ અગાસી પર પહોંચી હતી.
ફરિયાદીની દીકરી અગાસી પર પોતાની સાથે જ બાર વર્ષના એક બાળ આરોપીએ અગાસી નો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ બંને તરૂણો દ્વારા બળજબરી કરી તરુણી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બંને બાળકોના સકંજામાંથી છૂટીને સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ તેને પોતાની સાથે બનેલી ઘટના પોતાની માતાને જણાવી હતી. પોતાની નાની ફૂલ જેવી કુમળી દીકરી સાથે થયેલ અઘટીત ઘટનાથી માથા ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હતી.
સમગ્ર મામલે મહિલાએ પોતાના પતિને જાણ કરતાં તરુણીના પિતાએ પણ આક્રંદ કરવા લાગ્યા હતા. સમગ્ર મામલે માતા-પિતા દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને પોતાના સકંજામાં લીધા હોવાનું સામે આવ્યું છે.