રાજકોટમાં કાલાવડ રોડ પર બનેલી એક હીંચકારી ઘટના માં 13 વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા 12 વર્ષના બે તરૂણોએ અગાસી પર પાળેલો ડોગી રમાડવાના બહાને બોલાવી બંને તરુંણો એ તરૂણી ઉપર સામૂહિક બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઇ છે.
રાજકોટ ના કાલાવડ રોડ પર આવેલા મોટામવા સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરૂણી તેના બે ડોગી સાથે પોતાના ફ્લેટ પાસે હતી ત્યારે એપાર્ટમેન્ટમાં જ છઠ્ઠા માળે અને બીજા માળે રહેતા 12-12 વર્ષના બે તરૂણે તેને ડોગી રમાડવો છે તેમ જણાવી શ્વાનને લઇને અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. બંને તરૂણો પાડોશી હોય તેમને ઓળખતી હોવાથી 13 વર્ષની તરૂણી તેના બે ડોગી લઇને અગાસી પર ગઈ હતી.
તરૂણી અગાસી પર પહોંચી તે સાથે જ 12 વર્ષના એક તરુણે અગાસીનો દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ બંને તરુણો એ બળજબરી પૂર્વક તરૂણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બંને તરુણો ના સકંજામાંથી છુટીને સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને તેણે પોતાની સાથે થયેલી ઘટના અંગે તેની માતાને જાણ કરતા પુત્રી સાથે થયેલી ઘટનાથી તેની જનેતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તે થોડીવાર માટે સુનમુન થઇ ગઇ હતી.
મહિલાએ અંતે તેના પતિને જાણ કરતાં તરૂણીના પિતા ભાંગી પડ્યા હતા અને રડવા લાગ્યા હતા આખરે આ ઘટના અંગે પોલીસ ને જાણ કરાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આજકાલ ઈન્ટરનેટ ઉપર બ્લ્યુ ફિલ્મો અને ગંદુ સાહિત્ય જોઈ બાળકો ના માનસ ઉપર ખુબજ ખરાબ અસર થઈ રહી છે પરિણામે નાની બાળાઓ અને તરુણીઓ સલામત રહી નથી અને રોજબરોજ આવા બનાવો વધી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.