નવી દિલ્હીઃ દેશ અને ગુજરાતમાં શિયાળાએ હવે વિદાય લીધી છે. ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરમાં ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પછી હવે તાપમાન ફટાફટ વધી શકે છે. મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધીનો પણ ખતરો મંડાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડી શકે છે.
IMDના કહેવા પ્રમાણે મોસમની ગતિવિધી આજે સવારથી પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તરફથી આગળ વધશે. આ વિસ્તારોમાં 14મી માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.
સ્કાઈમેટ વેધર પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો, મધ્ય પ્રદેશના અમુક વિસ્તારો અને છત્તીસગઢના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
પૂર્વ ભારતમાં હવામાન
પૂર્વ ભારતમાં આજથી વરસાદની ગતિવિધિ વધશે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝાહખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે.
આગામી થોડા કલાકોમાં હરિયાણા, દિલ્હીથી જોડાયેલા વિસ્તારો અને રાજસ્થાનમાં અને જગ્યાએ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી અને મહેન્દ્રગઢ, નારનૌલ, રેવાડી, બાવલ, કોસલી, ફરુખનગર, માનેસર, ગુડવાંગ, ઝજ્જર, ચરખાદ્રી, રોહતક, ભિવાનીના અને વિસ્તારોના આસપાસના ક્ષેત્રોમાં વરસાદ પડી શકે છે.