રાજકોટના નવા મેયર ડો.પ્રદીપ ડવ અને ડે.મેયર તરીકે દર્શિતા શાહની વરણી કરવામાં આવી છે.
રાજકોટ મનપા માં ભાજપે 72માંથી 68 બેઠક હાંસલ કરી છે. જ્યારે 4 બેઠક જ કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન. દંડક સહિત 12 હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ માટે મનપાની 2021ની પહેલી સામાન્ય સભા રાખવામાં આવી છે. મેયર તરીકે ડો.પ્રદીપ ડવ અને ડે.મેયર તરીકે દર્શીતા શાહની વરણી કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરાઇ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહવાળાનું નામ જાહેર કરાયું છે.
