ધોલપુરઃ રાજસ્થાનના ધોલપુરમાંથી એક એવી અજીબોગરીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 60 વર્ષીય વૃદ્ધને બીજા લગ્ન કરવા માટે હાઈવોલ્ટેજ ડ્રામા કરવો પડ્યો હતો. પોતાની પહેલી પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. જોકે, તેને બીજા લગ્ન કરવા છે પરંતુ પોતાના પાંચ સંતાનો તેમને ના પાડી રહ્યા છે. જેના કારણે 60 વર્ષીય વૃદ્ધ સોબરણ સિંહ હાઈ વોલ્જેટ વીજળીના થાંભલા ઉપર આત્મહત્યા કરવા માટે ચડી ગયા હતા.
પોતાના પિતાની આવી હરકત બાદ સંતાનો તેમના લગ્ન કરાવવા માટે માની ગયા હતા. અને ત્યારબાદ 11 કેવીની હાઈવોલ્ટેજ વીજળીના થાંભલા ઉપરથી નીચે કૂદકો માર્યો હતો. આમ લગ્ન માટે હાઈવોસ્ટેજ ડ્રામાની તસવીર સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહી છે.
પોલીસના જણાવ્યાં પ્રમાણે, આ ઘટના ધોલાપુરથી 25 કિલોમીટર દૂર આવેલા મધા ભાઉ ગામ પાસે બની હતી. આ ઘટના ગત રવિવારે બની હતી પરંતુ મંગળવાર બાદ આ ઘટાનાની તસવીરો અને વીડિયો વાયરલ થવા લાગ્યો હતો.
બીજી પત્ની લાવવાના અભરખામાં તમામ સંતાનો અને પરિવાર ના પાડતું હોવા છતાં તેમને આ લગ્ન કરવા હતા. આ જીદના કારણે તેઓ 11 કેવી વોલ્ટ ધરાવતા વીજળીના થાંભલા પર ચડી ગયા હતા. પરંતુ સદનસીબે આ થાંભલાનો કરંટ બંધ હતો. જેથી વીજળી પસાર થતું દોરડું પકડવા છતાંપણ તેમને કાંઇ થયું ન હતું.
જેમ શોલેમાં વીરુ બનેલો ધર્મેન્દ્ર બસંતી બનેલા હેમા માલિની સાથે લગ્ન કરવા માટે પાણીની ટાંકી પર ચઢી જાય છે તેવી જ રીતે આ વૃદ્ધ પણ બીજા લગ્ન કરવા માટે વીજળીના થાંભલા પર ચડી ગયા હતા.