ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત હોવાથી આજે પ્રથમ યોજાયેલી બેઠકમાં મેયર, ડે.મેયરની ચુંટણી અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મેયર પદે કીર્તિબેન દાનીધારીયા, ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે ધીરુભાઈ ધામેલીયા ની વરણી કરવામાં આવી છે.
ભાવનગરમાં ભાજપનો 44 બેઠકો સાથે ભવ્ય વિજય થયો હતો અને વિપક્ષોને માત્ર આઠ બેઠકો મળી હતી અહીં મેયર પદ માટે વર્ષાબા પરમાર, કિર્તીબેન દાણીધારીયા, યોગીતાબેન પંડ્યા, ભાવનાબેન બારૈયા તથા મીનાબેન પારેખ સહીત પાંચ નામો ચર્ચામાં હતા અને તેમાંય વર્ષાબા અને કિર્તીબેનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આખરે કીર્તિબેન દાણીધારીયા મેયર માટે નક્કી થયા હતા.
