કોંગોઃ સામાન્ય રીતે દેશ અને દુનિયામાં અનેક એવી ઘટનાઓ બને છે જેના વિશે જાણીને આપણને વિશ્વાસ ન થાય. પરંતુ કહીકતમાં એવી ઘટનાઓ બની હોય છે. જોકે, સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે.
આ વીડિયો આફ્રિકન દેશ કોંગોનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીં ગ્રામજનોને ત્યાં સોનાનો પર્વત મળી ગયો છે નજીકના ગામોમાંથી હજારો લોકો સોનાનું ખોદકામ કરવા અહીં પહોંચ્યા છે. આ સમાચાર ફેલાતાની સાથે જ સોનાના લોભમાં મોટી સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા. જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી.
ત્યારે સરકારે તેમાં દખલ કરવી પડી હતી. લોકોને ખોદકામ કરતા અટકાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યા ખોદકામ કરનારાઓ આવતા કોંગો સૈન્ય, અને વેપારીઓને મોકલવા પડયા હતા.
આટલા મોટા પ્રમાણમાં નાના ગામમાં લોકો ખોદકામ કરવા આવતા ગામ માટે સંકટ પેદા થયું હતું. જો કે લોકો સામાન્ય રીતે કોંગોમાં હાથમાં પાવડો લઇને સોનાનું ખોદકામ કરતા જોઇ શકાય છે. સામાન્ય રીતે એક જગ્યાએ હજારો લોકો આ રીતે સોનું નથી ખોદતા.
કોંગોના પૂર્વી અને પૂર્વોત્તર વિસ્તારોમાં સોનાનું ખોદકામ એક રીતે કુટીર ઉદ્યોગ જેવુ છે. હાલમાં સોનાના પર્વતનું ખોદકામ બંધ કરાયું છે. સરકારના જણાવ્યા મુજબ તેના લીધે અધિકારીઓને ખનિકોની ઓળખ અને નોંધણી કરવાની તક મળશે. કોંગોના કાયદા અનુસાર સોનાની તપાસ કરવાને સુનિશ્ચિત કરવાની જરૂર છે.