દિલ્લી: અમેરિકાના કેન્ટકીમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરના નામ પર રાખવામાં આવ્યું હતું. ગાવસ્કરે જ આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘સુનિલ એમ. ગાવસ્કર ક્રિકેટ ફીલ્ડ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મારા નામ પર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ રખાય એ અદ્વિતિય સન્માન છે. ખાસ કરીને એવા દેશમાં જ્યાં ક્રિકેટ મુખ્ય રમત નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ક્રિકેટ એટલું લોકપ્રિય નથી.
