નવી દિલ્હી : લેક્સસે (Lexus) ભારતમાં તેનું એલસી 500 એચ ક્યુપ લિમિટેડ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્પેશિયલ એડિશન કારની ભારતીય બજારમાં એક્સ શો-રૂમ કિંમત રૂ. 2.16 કરોડ નક્કી કરી છે. ગયા વર્ષના જાન્યુઆરી પછી આ શ્રેણીની નવી કાર છે. લેક્સસ એલસી 500 એચ લિમિટેડ એડિશન એર-રેસીંગ એરોડાયનેમિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેની રીઅર વિંગને કાર્બન ફાઇબર ફિનિશિંગ આપવામાં આવી છે. તે એર પાયલોટ યોશીહાઇડ મુરોયા અને લેક્સસ એન્જિનિયર્સની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે.
આ કારનું એરોડાયનેમિક એવું છે કે તે હાઇ સ્પીડ પર હવાના ઘર્ષણને ઘટાડશે. આ મર્યાદિત એડિશન કારની ગાર્નિશ, ગ્રિલ, રીઅર વિંગ અને વ્હીલ્સમાં બ્લેક થીમ છે. એલસી 500 એચ ક્યુપ લિમિટેડ એડિશન ભારતીય બજારમાં ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જેમાં વ્હાઇટ નોવા ગ્લાસ ફ્લેક, સોનિક સિલ્વર અને બ્લેક શામેલ છે.
લેક્સસ એલસી 500 એચ ક્યુપ લિમિટેડ એડિશનના પાવર પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો તેમાં 3.5 – લિટરનું વી 6 પેટ્રોલ એન્જિન છે. તેનું એન્જિન 295 બીએચપીની મહત્તમ શક્તિ ઉત્પન્ન કરે છે. તેમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ છે, જે મહત્તમ 177 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે. તેમાં લિથિયમ આયન બેટરી છે. તેની કારના સંપૂર્ણ આઉટપુટ વિશે વાત કરવામાં આવે તો તેને મહત્તમ 354 બીએચપીનો પાવર મળે છે.
સ્પીડની દ્રષ્ટિએ આ કાર જબરદસ્ત છે. આ કાર 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ માત્ર 5 સેકંડમાં પ્રાપ્ત કરે છે.