મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાનના પિતાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. આજે શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આમ ગૌહર ખાનના પિતાના નિધન બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગત ઘણાં સમયથી તે હોસ્પિટલમાં દાખલ હતાં. જેમની સેવા માટે એક્ટ્રેસ રાત દિવસ એક કરતી હતી અને તેમનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ માંગી હતી. તેનાં પિતાની નિધનની જાણકારી તેમની મિત્ર પ્રીતિ સિમોસ એ શેર કરી છે.
ગૌહર ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની પ્રોફાઇલ ફોટો ચેન્જ કરી દીધી છે. તેણે એક મીણબત્તીની તસવીર અપડેટ કરી છે. મોડી રાત્રે હોસ્પિટલનાં રૂમની સેલ્ફી શેર કરતાં ગૌહરે તેનાં ફેન્સને પિતા માટે પ્રાર્થના કરવાં અપીલ કરી હતી. ગૌહરનાં પિતા કઇ બિમારીથી પિડાતા હતાં તે અંગે હજુ સુધી ખુલાસો થયો નથી.
પ્રીતિ સિમોન્સે ગૌહરનાં પિતાનો એક વીડિયો શેર કરી લખ્યુ છે, ‘મારી ગૌહરના પિતા.. જે વ્યક્તિથી મે પ્રેમ કર્યો.. જે શાનથી જીવ્યા.. અને જેમને ગર્વ સાથે હમેશાં યાદ કરવામાં આવશે. પરિવારને તાકાત અને પ્રેમ. ‘ તેણે આ વીડિયોમાં @gauaharkhan @zakiazkhan @nigaarzkhan @queenkausarsuleman @raziakhan1503 @zaid_darbar @asaadzkhan ને ટેગ કર્યા છે.
ગૌહર ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેનાં માટે ઘર અને કામને મેનેજ કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. પિતાની દેખરેખ અંગે તે ઘણી જ ચિંતિત છે. ગૌહર તેનાં પિતાનાં સૌથી નજીક હતી.
આપને જણાવી દઇએ કે, હાલમાં જ ગૌહરે તેનાં પિતા સાથે લગ્ન સમયે એક ઇમોશનલ તસવીર શેર કરી હતી. જેમાં તે તેનાં પિતાને ગળે લગાવતી નજર આવે છે. આ તસવીર શેર કરતાં સમયે ગૌહર તેનાં પિતાને સૌથી તાકતવર વ્યક્તિ જણાવ્યા હતાં.