પેટ્રોલ-ડીઝલ માં ભાવો વધતા રાજકોટમાં વેચાણ ઘટી ગયું છે અને અગાઉ દર મહિને 72 લાખ લિટર પેટ્રોલનું વેચાણ થતુંછે જે ફેબ્રુઆરી માસમાં ઘટી ને માત્ર 58 લાખ લિટર વેચાયું હોવાની હકીકત સામે આવી છે તેજ રીતે ડીઝલ દર મહિને 60 લાખ લિટર વેચાતું હતું તે ઘટી ને ફેબ્રુઆરીમાં માત્ર 39 લાખ લિટર થયું છે. આમ પેટ્રોલના વેચાણમાં 14 લાખ લિટર અને ડીઝલના વેચાણમાં 21 લાખ લિટરનો ઘટાડો થયો છે. જ્યારે સીએનજી ગેસના વપરાશમાં 9 ટકા જેટલો વધારો આવ્યો છે. લોકો પ્રીમિયમ કારમાં પણ સીએનજી કિટ ફિટ કરાવવા માંડ્યા છે.
વધતા જતા ભાવને કારણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ મોંઘો થતા નિયમિત અપડાઉન કરતા વાહનચાલકો પોતાની કારમાં સીએનજી કિટ ફિટ કરાવવા લાગ્યા છે.
દર મહિને રાજકોટમાં ફોર વ્હિલરમાં સીએનજી કિટ ફિટ કરાવનારની સંખ્યા 400 હતી તે જાન્યુઆરી બાદ વધીને 600એ પહોંચી છે.
આમ મોંઘા થઈ રહેલા ઇંધણ ને લઈ હવે લોકો પોતાની કાર માં પેટ્રોલ ડીઝલ ના વપરાશ ને ઓછો કરી અન્ય વિકલ્પ તરફ વળ્યા છે.
