સામાન્ય રીતે આપણે બજારમાં મળતું ઘી બ્રાન્ડ જોઈને ખરીદીએ છીએ, પણ ગુજરાતી ભેજાબાજોએ જાણીતી બ્રાન્ડનું પણ ડુપ્લીકેટ ઘી બનાવવાનું શરુ કરી દીધું છે.
રાજકોટમાં બે ભેજાબાજોએ પોતાની ડેરીમાં નકલી ઘીનો નવોકારોબાર શરૂ કરી દીધો છે. અમુલના ડબ્બા ભંગારવાળા પાસેથી ખરીદી એમાં નકલી ઘી ભરી મોટાપાયે વેચી રહ્યા હતા. છેલ્લાં કેટલાંક સમયથી અમુલનું ઘી ખાવાથી તબીયત બગડવાની ફરિયાદ સામે આવતાં રાજકોટનાં હેલ્થ વિભાગે તાપસ શરૂ કરી હતી. તપાસ બાદ પોલીસની મદદથી રાજકોટનાં કોઠારીયા વિસ્તારમાં પોલીસની મદદથી દરોડા પાડી પોણા ત્રણ લાખનું ઘી જપ્ત કર્યું છે. બે ભાઈઓ દ્વારા બનાવાતા આ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યા બાદ એની તાપસ કરતાં રાજકોટ આરોગ્ય વિભાગ પણ ચોંકી નહીં હચમચી ગયું છે.
આ નકલી ઘીમાં વપરાતી ચરબી અને કલરના કારણે પેટના ઘણાં રોગો થવાની શક્યતા રહેલી છે. પ્રાથમિક તાપસ પ્રમાણે આ નકલી ઘીના કારણે પેટમાં ગેસ્ટિક ટ્રબલ વધે છે. એટલુંજ નહીં લીવર પાર લાંબાગાળે સોજો આવવો પાંચનતંત્ર નબળું પડી જાય છે એટલુંજ નહીં , ટ્રાયગ્લીસરીદનું પ્રમાણ પણ વધવાની શક્યતા રહે છે અને કોલેસ્ટેરોલ વધી જાય છે. જેના કારણે હાર્ટની નળી બંધ થવા ઉપરાંત સ્ટ્રોક આવવાની પણ સંભાવના રહે છે, જેના પરિણામે આ પ્રકારના નકલી ઘી તમારા સ્વાસ્થ્યને સારું કરવાને બદલે ઘણા બધા લીવર ડિસઓર્ડર ઉભા કરી શકે છે.