સુરતઃ સ્ટેટ વિજિલેન્સી ટીમ અમરોલી છાપરાભાડામાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી હતી. અને વરલી મટકા અને ચકલી પોપટનો જુગાર રમતા 13 જુગારીઓને દબોચી લીધા હતા. સાથે જ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા છાપરાભાઠા મેલડી માતાના મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ઇલ્યાસ યાકુબ પટેલવરલી મટકા, ચકલી પોપટ અને ગંજીપાનાનો જુગાર રમાડી રહ્યો છે.
બાતમીના આધારે વિજિલન્સની ટીમે છાપો મારી જુગાર રમી રહેલા મહેશ મગન મૈસુરીયા (રહે, 96 કોલોની, છાપરા ભાઠ્ઠા, અમરોલી), પ્રભાકર ભગતસિંહ મગાડે (રહે. પરીયા નગર, ગામ પનાજ જિ.સુરત),મહંમદ ઉમંર ગુલામ મહંમદ શેખ ( રહે. શનું કોલોની છાપરામાં, છાપરા ભાઠ્ઠા), મોહન સવજી ગાંભવા (રહે. માઈલસ્ટોલ રેસીડન્સી, કેનાલ રોડ, પાલનપુર ગામ), દિનેશ અંબાલાલ ગોહિલ( રહે. વરીયાવ ગામ), સિકંદરશા ગફારશા ફકીર ( રહે. ભેસ્તાન આવાસ, ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે, ડિંડોલી).
આ ઉપરાંત નઈમ સલીમ શેખ ( રહે. સંજયનગર,ઉધના), હસમુખ નરોત્તમભાઈ ગજ્જર (રહે. સુમન સંગાથ બિલ્ડીંગ વી.આઈ.પી. સર્કલ, ઉત્રણ), શાદત ઉર્ફે સંજય પ્લમ્બર ઉર્ફે અમજદ હોસેન મંડલ (રહે. સવિતા સાગર સોસાયટી, છાપરા ભાઠ્ઠા, અમરોલી), સુગ્રીવ બંસીપ્રસાદ યાદવ (રહે. નીચલી કોલોની, છાપરા ભાઠ્ઠા અમરોલી), જાવેદ ઐયુબ પઠાણ (રહે. કોસાડ આવાસ, અમરોલી), વિરેન્દ્ર ઉર્ફે ગુડૂ ઘનશ્યામ ભારદ્વાજ (રહે.આઝાદનગર, કતારગામ).
તેમજ મહંમદ શબીર નિયાજ મંહમદ શેખ (રહે. અમરોલી, આવસ)ને પકડી પાડી તેની પાસેથી જુગારના રોકડ રૂ.16,130, મોબાઇલ ફોન 10, વાહનો 3 મળીને કુલ રૂ.1,23,780નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ઘટનાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ વિજિલન્સની ટીમે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તમામને દબોચી લીધા હતા.