રાજકોટ માં CM વિજયભાઈ રૂપાણી એ પોતાના પત્ની સાથે મતદાન કર્યું હતું.
કોરોનાની ગાઈડ લાઇન્સ મુજબ તેઓ એર એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ આવ્યા હતા અને CM વોર્ડ નં-10 સ્થાનિક ઉમેદવાર હોવાથી તેમણે રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્નિ અંજલીબેન રૂપાણી સાથે ફેસશીલ્ડ અને માસ્ક પહેરી મતદાન કર્યુ હતું.
મતદાન બાદ CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભગવાનનો આભાર માનું છું મને જલ્દી અને સારી સારવાર મળી માટે સ્વસ્થ થઇ ગયો છું, હું હોસ્પિટલમાંથી રજા મેળવી સીધો મત દેવા આવ્યો છું. લોકશાહીમાં મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે, તો મને ગર્વ છે કે સૌએ ગુજરાતની પ્રતિષ્ઠાને જાળવી રાખી મતદાન શાંતિ પૂર્વક કર્યું છે.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વોર્ડ નં-10 ના મતદાર CM વિજય રૂપાણી સાંજે 5:13 વાગ્યે અનિલ જ્ઞાન મંદિર શાળામાં રૂપાણી દંપતીએ મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ પણ આજે CM સાથે પોતાના કિંમતી અને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
