રાજકારણ માં કટકી કરીને લાખ્ખો રૂપિયા કમાવા ના ચાલી રહેલા ખેલ માં કહેવાય છે કે રાજકોટમાં પણ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મોજા કૌભાંડ ગાજયું છે.
રાજકોટના મતદાન મથકોમાં ફરજ બજાવતા શિક્ષકો ની ફરિયાદો ઉઠી છે કે મતદાન કરવા માત્ર ચાર ચાર ગ્લોઝ આપી ને ગેરરીતિ આચરવામાં આવી છે એક ચર્ચા મુજબ અહીં 1000 ગ્લોઝ માં સાઈન લેવામાં આવી હતી અને 1000 ને બદલે ચાર-ચાર ગ્લોઝ આપી દેવાતાં કટકી થઈ હોવાની બૂમ ઉઠવા પામી છે.
ચૂંટણીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના મામલે એક શિક્ષકે 1000 ગ્લોઝ આપ્યા માં સાઈનો લીધી છે અને ચાર ગ્લોઝ આપ્યા હોવાનો એક મીડિયા રિપોર્ટ માં દાવો કરાયો છે જેને લઈ ભારે ચકચાર મચી છે.
