રાજકોટમાં વહેલી સવાર થી જ મતદાન નો પ્રારંભ થઇ ચુક્યો છે.
રાજકોટવાસીઓ મતદાન કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે રાજકોટમાં પહેલો મત 75 વર્ષના દાદા એ લાકડીના ટેકે ચાલતા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે. અને લોકશાહીના મહાપર્વનો શુભારંભ કર્યો છે. તે ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો છે. જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યું છે. ભાજપના સિનિયર નેતા નીતિન ભારદ્વાજે મતદાન કર્યુ હતું, તેમણે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું, મતદાન બાદ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન કર્યું હતું. આમ રાજકોટમાં સવાર થી જ મત આપવા નાગરિકો ઉમટી પડ્યા હતા.