મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાના લગ્ન આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ દિયાના લગ્નનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના પતિ વૈભવ વિશે વાત કરી રહી છે.
હકીકતમાં, લગ્ન પછી, દીયાએ ત્યાં હાજર તમામ ફોટોગ્રાફરોને એકલા હાથે મીઠાઈ વહેંચી. તેનો પતિ વૈભવ દિયા સાથે ન હતો. જે બાદ ફોટોગ્રાફરોએ તેમને કહ્યું કે ‘મેડમ સાહેબને પણ બોલાવો.’
શરમાળ છે દીયાનો પતિ વૈભવ
વાયરલ થયેલા નવા વીડિયોમાં તે આ જ વાતનો જવાબ આપતી જોવા મળે છે. દિયા ફોટોગ્રાફર્સને કહેતી વખતે હસતી હતી કે ‘સર થોડા શરમાળ છે તેથી તે મીઠાઇ ખવડાવવા આવ્યા નથી’. ત્યાં હાજર દરેક જણ દિયાનો જવાબ સાંભળતાની સાથે જ હસી પડે છે. દિયાની સ્ટાઇલ દરેકને પસંદ આવી છે.
15 ફેબ્રુઆરીએ વૈભવ સાથે લગ્ન કર્યા
દિયા 15 ફેબ્રુઆરીએ તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે સાત ફેરા ફરી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેમના લગ્નના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ચાહકોની સાથે બોલીવુડ સ્ટાર્સ પણ નવા પરિણીત દંપતીને અભિનંદન આપી રહ્યા છે.