સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ની પાવન ધરા ઉપર નવ મુમુક્ષો એ સંસાર નો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી.
જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતે ગિરનાર જૈન દિક્ષા મહોત્સવ સમિતી દ્વારા આયોજિત દિક્ષા મહોત્સવ માં નમ્રમુનિ મહારાજની ઉપસ્થિતીમાં આઠ દિકરીઓ સહિત 9 મુમુક્ષોએ દિક્ષા ગ્રહણ કરી હતી. દિક્ષા ગ્રહણ કરનારમાં 16 વર્ષથી લઇને 33 વર્ષની વયના યુવક, યુવતિનો સમાવેશ થયો છે. આ તકે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મેયર ધીરભાઇ ગોહેલ, નટુભાઇ ચોકસી, શરદભાઇ આડતીયા સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિક્ષા લેનારામાં રાજકોટના વતની ફેનીલકુમાર જીજ્ઞેશભાઇ અજમેરા આઇટી એન્જીનિયર, ડિપ્લોમાં થયેલા છે. કાંદીવલી (મુંબઇ)ના શ્રેયમબેન તરૂણભાઇ ખંધાર એમબીએ થયેલા છે, જ્યારે નિરાલીબેન તરૂણભાઇ ખંધાર કોમ્પ્યુટર એન્જીનિયર છે. ડોંબીવલી (મુંબઇ)ના એકતાબેન અશ્વિનભાઇ ગોસલીયા બીકોમ થયેલા છે. વસઇ (મુંબઇ)ના અલ્પાબેન મનોજભાઇ અજમેરા બીકોમ થયેલા છે. ઘાટકોપર (મુંબઇ)ના આયુષીબેન નિલેશભાઇ મહેતા બીએ થયેલા છે. રાજકોટના નિધીબેન કમલેશભાઇ મડિયા બીએ થયેલા છે. દાદર ગિરના મિશ્વાબેન નિતીનભાઇ ગોડા એચએસસી તેમજ ગોંડલના દિયાબેન કલ્પેશભાઇ કામદાર પણ એચએસસી થયેલા છે.