રાજકોટમાં આજથી કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનું અભિયાન શરૂ થતાં તેઓ ને ફરીથી કોરોના થવાનું જોખમ ઓછું થશે સાથેજ નવા લાભાર્થીને પણ પ્રથમ ડોઝ દેવાની કામગીરી પણ ચાલશે.
નિયમ મુજબ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે તેથી જે લોકોએ પ્રથમ દિવસે ડોઝ લીધો હતો તેવા લોકો ને આજે સોમવારે બીજો ડોઝ આપવામાં આવશે.
રાજકોટમાં પ્રથમ દિવસે શહેરમાં 6 બૂથ પર વેક્સિનેશન કરાયું હતું અને બીજા ડોઝ વખતે તે જ બૂથ ઉપર વેકશીન અપાશે, અને ત્યાં જે લોકોએ રસી મુકાવી હતી તે તમામ 556ને બીજો ડોઝ જેતે બુથ ઉપર અપાશે. એક મહિનામાં 20,000 જેટલા હેલ્થ વર્કર તેમજ કોરોના વોરિયર્સે વેક્સિન લીધી છે જોકે તેમને બીજો ડોઝ દેવામાં આટલો સમય જશે નહીં. નિષ્ણાતો જણાવે છે કે, રસી લીધાના બીજા ડોઝ પછી શરીરમાં એન્ટિબોડી બની જાય છે તેથી આગામી 10 દિવસ પછી આ તમામ લોકો કોરોનાથી સુરક્ષિત થઈ જશે.
કોરોનાની રસીના બીજા ડોઝ આપ્યા ઉપરાંત નવા બૂથ શરૂ કરીને જે હેલ્થ વર્કર અથવા તો સરકારી કર્મચારીઓ કે શિક્ષકો કોરોનાની રસીમાં બાકી છે તેમને પણ સાથે સાથે પ્રથમ ડોઝ અપાશે. આમ રાજકોટમાં આજે બીજા રાઉન્ડ માં કોરોના વેકશીન આપવામાં આવશે.