રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ નું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના 10 વાગ્યા સુધી તડકો પણ નીકળ્યો ન હતો અને વહેલી સવાર જેવા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસને કારણે રાજકોટની ઉંચી બિલ્ડીંગ પણ દેખાતી ન હતી અને એક તબક્કે કાશ્મીર જેવો ખુશનુમા અને આહલાદક માહોલ જોવા મલ્યો હતો. જોકે, વિઝીબિલિટી ઘટતા હાઇવે પર વાહનચાલકો ને વાહન ચલાવવા માં તકલીફ પડી હતી અહીં
ધુમ્મસનું પ્રમાણ એટલું ગાઢ હતું કે, 50 ફૂટ દૂર કોઇ વસ્તુ નજરે પડતી ન હતી પરિણામે હાઇવે પર અકસ્માત ન બને તે માટે વાહનચાલકો પોતાના વાહનો હેડ લાઈટ ચાલુ રાખી ધીરે ચલાવતા નજરે પડ્યા હતા,ગાઢ ધુમ્મસને કારણે સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો ની વાત કરીએ તો આવા માહોલ થી જીરા નો પાક લેનાર ખેડૂતો માં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો કારણ કે જીરું કાળું પડી જતા બગડી જવાની ભીતિ ઉભી થઇ છે.
