ભાજપના બુસ્ટર ડોજની અસર ?? બીજેપી નો ઘોડો વિનમાં .
કોંગ્રેસ જાતિવાદનું કાર્ડ ખેલી મતો અંકે કરવા એક પછી એક પાના ઉતારી રહી છે. ત્યારે સ્વાભાવિકપણે ભાજપની ચિંતામાં વધારો થાય. તો બીજી તરફ ચુંટણીપંચ લગભગ આજે ચુંટણીની તારીખો જાહેર કરે એવી ભરપુર સંભાવનાઓ સેવાઈ રહી છે. ત્યારે ભાજપાએ પણ લોકોને લોભાવવા પોતાના વિકાસનો જ રાગ આલાપતા પાછલા કેટલાય સમયથી પ્રજાલક્ષી જાહેરાતો કરવાનું ચાલુ રાખ્યું છે. પરંતુ હજુ પબ્લીકનો જુકાવ ખાસ જણાતો નથી. અને ભાજપ પોતે પણ ફિલ કરી રહ્યું છે કે, લોકોને એક મોટા બુસ્ટર ડોજ ની હજુ જરૂર છે
જે બની શકે કે, મોદીની આગામી ગુજરાત યાત્રા દરમ્યાન અપાય પરતું હાલ લોકોને અને ખાસ તો કેટલાક નારાજ ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને ચુંટણીલક્ષી જાહેરાત રાખવામાં આવી રહી છે. ચુંટણીની તારીખ નજીકમાં જ હોઈ મંગળવારે જ ભાજપે ૪૩૦૦૦ જેટલી આશા વર્કર્સના પગારમાં સીધો ૫૦ % નો વધારો કરી આપ્યો છે. જો કે આશા વર્કર્સ પાછલા ૬ મહિનાથી આંદોલન ચલાવી રહી હતી અને હજુ પણ નાખુશ છે. પરંતુ તેને તે સાથે મફતમાં સાડી અને ડ્રેસનું પણ વિતરણ કરશે. તેમજ તે સાથે સુક્ષ્મ સિંચાઈ યોજનામાં ખેડૂતોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તેમજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ના બીજા ચરણ માટે પણ ૬૭૦૦ કરોડની ઘોષણા કરવામાં આવી છે. તેમજ આ સિવાય થોડા સમય પહેલા પણ ભાજપે કેટલીય ચુંટણીલક્ષી જાહેરાતો કરી હતી. જેમાં પણ કિસાનો, સરકારી કર્મચારીઓ ને પગાર વધારા , પાટીદારો સામેના કેસો પરત ખેચવામાં આવ્યા. અને વિશેષમાં ચુંટણીલક્ષી વાયદાઓમાં કીસાનો માટે જીરો % વ્યાજ લોન અમદાવાદના એસ.પી રીંગ રોડ પર પ્રાઈવેટ વિહિકલને ટોલમાં છૂટ, શિક્ષકો અને નગર-નિગમ ના કર્મચારીઓના પગારમાં વધારો, ચોથા વર્ગના કર્મચારીઓને દિવાળીમાં બોનસ જેવી નાની મોટી અસંખ્ય જાહેરાતો કરી છે.
ત્યારે ભાજપાની આટલી લ્હાણી બાદ અને સામે છેડે કોંગ્રેસના જાતિવાદના કાર્ડની તેજી બાદ આ સ્થિતિમાં પણ ખુશ થાય તેવા સમાચાર આવ્યા છે. જેમાં આજતકનું ઓપિનિયન પોલ હાલ માં જ જાહેર થયું છે . ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સીસ માઈ ઇન્ડિયાએ મળીને આ સર્વે કર્યો છે. ગુજરાતમાં ૨૫ સપ્ટેમ્બર થી લઇ ને ૧૫ ઓક્ટોબર વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં બીજેપીને બહું સ્પસ્ટ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. તેમજ હિમાચલમાં પણ ભાજપને બહુમતી મળવાના અણસાર મળ્યા છે.
જેમાં આ સર્વેના તારણ મુજબ :
કુલ વિધાનસભા સીટો -૧૮૨
બીજેપી : ૧૫-૧૨૫
કોંગ્રેસ : ૫૭-૬૫
કોંગ્રેસ (હાર્દિકના સમર્થનથી ) ૬૨-૭૧
અન્ય -૦૩
વિશેષમાં આ સર્વે મુજબ, ૨૨ વરસથી સત્તાધારી બીજેપીને ૨/૩ બહુમતી મળી શકે તેમ છે. તેમજ ઓપિનિયન પોલ મુજબ લાંબા સમયથી અંદોલન ચલાવી રહેલ હાર્દિક પટેલ ફેક્ટર આ ચુંટણીમાં ખાસ પ્રભાવી નહિ બની શકે. હા, કોંગ્રેસની સીટમાં થોડો ઉછાળ જરૂર આવી શકે. મતલબ સાફ છે કે, હજુ પણ બીજેપી નંબર ૧ પર છે. ત્યારે એક વાત તો સાબિત થઇ રહી છે કે, લોકોએ એમના અધિકાર માટે બનાવેલા નેતા એમના અધિકારો માટે લડવાને બદલે જો રાજનીતિમાં આવી એમની લોકપ્રિયતા કેશ કરે તો લોકો આ ના જ સહન કરે….અને આ જાતે બની બેઠેલા નેતાઓ ગેમે તે નિવેદનો કરે તો પબ્લિકની એમાં સંમતી હોય એ જરૂરી નથી….