ભારત સરકાર ના કૃષિ કાયદાને લઈને દેશ વિદેશમાં તેના પ્રત્યાઘાતો પડ્યા છે તેમજ હાલ સંસદના બજેટ સત્રમાં પણ વિપક્ષ દ્વારા સરકાર ના આ કાયદા નો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ મામલા નો ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ સંસદ ભવનમાં પોતાની સરકારના કેટલાક મંત્રીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી મોદી ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અમિત શાહ, પ્રકાશ જાવડેકર, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે અને આ મુદ્દે ચર્ચા ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
