ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ આજે શ્રીલંકા સામેની 3 ટેસ્ટ મેચની સીરીઝ માટે પહેલી 2 ટેસ્ટ માટે ભારતી ટીમની પસંદગી કરી છે. તો ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે પણ ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની વાપસી થઇ છે અને ટેસ્ટમાં અજીંક્ય રહાણેને વાઇસ કેપ્ટન તરીકે જાહેર કરાયો છે. જ્યારે ટી20 સીરીઝમાં મુંબઇના શ્રેયાસ અય્યર અને સીરાજનો સમાવેશ થયો છે.
ન્યુઝીલેન્ડ સામેનો પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત ઘરઆંગણે શ્રીલંકા સામે 3 ટેસ્ટ મેચની સીરીઝ રમશે. જેને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. જે કોલકત્તામાં 16 થી 20 નવેમ્બર પહેલી ટેસ્ટ અને નાગપુરમાં 24 થી 28 નવેમ્બર દરમ્યાન બીજી ટેસ્ટ મેચ અને દિલ્લીમાં 2 થી 6 ડિસેમ્બર ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ પ્રથમ 2 ટેસ્ટ મેચમાં છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની વાપસી થઇ છે. જ્યારે ટેસ્ટ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે.
શ્રીલંકા સામેની પહેલી 2 ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી(સુકાની), શિખર ધવન, મુરલી વિજય, કેએલ. રાહુલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, અજીંક્ય રહાણે, હાર્દીક પંડ્યા, રીદ્ધીમાન સહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ.
તો ન્યુઝીલેન્ડ સામેની 3 ટી20 મેચ માટે પણ પસંદગી સીમીતીએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી 20 ટીમમાં મુંબઇના શ્રેયાસ અય્યર અને અન્ય યુવા ખેલાડી શીરાજની પણ પસંદગી કરવામાં આવી છે. તો આશિષ નહેરાને પણ ટી20 ટીમમાં સમાવાયો છે.
ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઇન્ડિયા આ પ્રમાણે:
વિરાક કોહલી(સુકાની), શિખર ધવન, રોહીત શર્મા, કેએલ. રાહુલ, મનીષ પાંડે, શ્રેયશ અય્યર, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ચહલ, કુલદીપ યાદવ, જસપ્રી બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નહેરા અને શિરાજ.