રાજકોટ થી દિલ્હી વચ્ચે ની હવાઈ સફર કરતા મુસાફરો માટે જાણવા જેવી બાબત એ છે કે અહીં સ્પાઈસ જેટની દિલ્હી-રાજકોટનું એરક્રાફ્ટ આજથી બંધ થશે અને તેના સ્થાને હવે થી 77 બોઈંગ સર્વિસ આજથી ચાલુ થશે,જેની કેપેસીટી 144 સીટરની હશે. સાથેજ બોઈંગ સર્વિસ ને લઈ દિલ્હી-મુંબઈ ફ્લાઈટનો સમય પણ બદલાયો છે. નવા સમય મુજબ દિલ્હી-રાજકોટ ફ્લાઇટ સવારે 7.10 કલાકે આવશે અને 7.40 કલાકે ઉપડશે. જ્યારે મુંબઈની ફ્લાઈટ રાજકોટમાં સવારે 8.10 કલાકે લેન્ડ કરશે અને મુંબઈ જવા માટે 8.40 કલાકે ટેકઓફ થશે.
રાજકોટ-દિલ્હીની બોઈંગ સર્વિસ શરૂ થવાથી મુસાફરોની કેપેસીટી વધતા મુસાફરોને સરળતા રહેશે. રાજકોટ દિલ્હી-મુંબઈ ફ્લાઇટ બાદ હવે ઉદયપુર, બેંગ્લોરની એર કનેક્ટિવિટી વધે તેવી માગણી વેપારીઓમાં ઊઠી છે અને આ અંગે ચેમ્બરે રજૂઆત પણ કરી છે.આ સિવાય કેટલાક સ્ટેશન માટે હવે ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ થશે. આમ આજથી રાજકોટ એરપોર્ટ ઉપર 77 બોઈંગ સર્વિસ આજથી ચાલુ થવા જઇ રહી છે.