હિન્દુ ધર્મ અનુસાર દરેક માસ માં આવતી પૂનમ ની તિથિ નું એક આઘ્યાત્મિક મહત્વ હોય છે. પૂર્ણિમાએક માત્ર એવી તિથિ છે જેમાં ચંદ્રમાં તેણી પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે. ચંદ્ર ને પૂનમ તિથિ ખૂબ જ પ્રિય હોય છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા ( પોષી પૂનમ ) નાં દિવસ નું પણ વધારે મહત્વ દર્શાવાયું છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વિક્રમ સંવતનો ત્રિજો માસ એટલે પોષ મહિનામાં આવતી પૂનમ. વર્ષભર માં આવતી
બાર પૂનમ માંથી પોષી પૂનમ નું મહત્વ ખાસ હોય છે. આ પૂનમ નાં દિવસે માં આદ્યશક્તિ અંબાજી નો ઉત્સવ ઉજવાય છે. અને એ સાથે જ કુંવારી બહેનો ભાઈ માટે પૂનમ નું વ્રત પણ કરે છે. વર્ષ માં બે પૂનમ આવે છે. જે ભાઈ અને બહેન ના પ્રેમ નું પ્રતિક છે. એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ.
પોષી પૂનમના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડ માં સ્નાન કરી સુર્ય દેવ ને અર્ઘ્ય ચઢાવી અને વ્રત ને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો મંદિર માં બેસી સુર્ય ભગવાન નાં મંત્ર જાપ કરીને કષ્ટોથી મુક્તિ પામી શકાય છે. જેમાં (૧) ૐ નમો નારાયણાયઃ (૩) ૐ સોમાય નમઃ કરી શકાય છે. આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો. આને કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન દક્ષિણા આપી ભોજન કરાવવું. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાન માં આપવા ઉત્તમ માનવામાં આવે છે.
વિષ્ણુના સુદર્શનચક્રથી ઘાત થતાં માં જગદંબાના શરીરના બાવન ટૂકડા થયા. તેમાંથી હૃદય ગબ્બર ટોચ પર ઉપર પડયું. ત્યાં માંની અખંડ જ્યોત સ્વરૂપ શક્તિની આરાધના પર્વ ઉજવવામાં આવે છે. તે દિવસ એટલે પોષ સુદ પૂનમ.
તા. ૨૮ જાન્યુઆરી ગુરૂવાર ૨૦૨૧નાં રોજ પોષ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસથી માઘસ્નાનનો પ્રારંભ થાય છે, જે ‘મહાસ્નાન’ તરીકે ઓળખાય છે. આ પૂર્ણિમાએ દુનિયાભરના લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ મહિનો સૂર્યદેવને સમર્પિત હોવાથી સૂર્ય+ચંદ્રનાં અદ્ભૂત સંયોગ સમાન સૂર્ય તથા ચંદ્રની ઉપાસના આ દિવસે ફળે છે સાથે ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર હોવાથી શ્રી યંત્ર ની વિશેષ પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જે દિવસે ચંદ્રનો આકાર પૂર્ણ હોય તે દિવસને પૂર્ણિમા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ પોષી પૂનમનાં દિવસે જે વ્યક્તિ વિધિવત્ પ્રાતઃકાલ સ્નાન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે અને જન્મ-મૃત્યુનાં ચક્કરમાંથી છૂટી જાય છે.
પૌષ પૂર્ણિમાનાં દિવસે ‘શાકંભરી જયંતી’ પણ માનવામાં આવે છે. જૈન ધર્મમાં આ દિવસે પુણ્યાભિષેક યાત્રા પ્રારંભ કરે છે. બનારસમાં દશાશ્વમેઘ તથા પ્રયાગમાં ત્રવેણી સંગમ ઉપર સ્નાન કરવું અત્યાધિક શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પોષ સુદ પૂર્ણિમાનું મહત્વ ગુજરાતમાં અને આજુ બાજુમાં પ્રદેશોમાં ‘અંબાજી પ્રાગટયોત્સવ’નાં લીધે પણ વધી જાય છે. ‘જેવી ભાગવત પુરાણ’ અનુસાર ઋષિ કશ્યપનાં રંભાસુર અને કમલાસુર નામનાં બે શક્તિશાળી પુત્રો હતાં રંભાસુરે ગોધર્વ પાંચાલ અને નાગોને વશમાં રાખનાર દેવી મહિષી સાથે વિવાહ કર્યા જેનાથી પુત્ર ‘મહિષાસુર’ ઉત્પન્ન થયો. દેવી દેવતાની પ્રાર્થનાથી શક્તિરૂપિણી દેવી ઉત્પન્ન થઈ જેણે મહિષાસુરનો વધ કર્યો અને જગતમાં ‘મહિષાસુરમર્દીની’ તરીકે પ્રખ્યાત થઈ. જેનું વાત્સલ્યરૂપ ‘અંબા’ છે.
પુરાણોસાર વિષ્ણુચક્રનાં લીધે સતીનાં દેહનાં અવયવ પૃથ્વી પર પડયાં. તે પથ્થર થઈ ગયા. પૃથ્વી પર તે સ્થાનોને શક્તિપીઠ, મહાતીર્થ અને મુક્તિક્ષેત્રથી ઓળખવામાં આવે છે. તે ‘સિદ્ધપીઠ’ કહેવાય છે અને દેવતાઓ માટે પણ દુર્લભ છે. અર્બુદારણ્ય પ્રદેશના ‘આરાસન’ નામના રમણીય પર્વતશીખર પર શ્રી અંબાજીનું ભુવન વિદ્યમાન છે. અહીં સતીનાં ‘હૃદય’નો ભાગ પડયો હતો. માટે તે અંગેની પૂજા આજે પણ થાય છે. ‘હૃદયચક્ર’ને જાગૃત કરવા ઘણા ભક્તો ભીડ લગાવે છે.
અરાસુર પર્વત સફેદ હોવાથી શ્રી અંબિકાને ‘ધોળાગઢવાળી’ માતાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવતીનું મંદિર ‘આરસપહાણ’ના પથ્થરથી બનેલું છે. જે પ્રાચીન છે.
અંબાજીમાં માતાજીને ત્રણે સમય ત્રણ પોષાક પહેરાવવામાં આવે છે. જેમાં તે સવારે બાળાસ્વરૂપે બપોરે યુવાન અને સાંજે વૃદ્ધાનાં સ્વરૂપમાં દેખાય છે.
વાસ્તવમાં ત્યાં કોઈ મૂર્તિ નથી પરંતુ ‘શ્રી યંત્ર’ની પૂજા કરવામાં આવે છે. તેનાં શૃંગારની વિવિધતાનાં કારણે આવું દેખાય છે. રજસ્વલાસ્ત્રી અને સૂતકવાલા લોકો ચોકમાં પ્રવેશી શક્તા નથી.
મહાશક્તિ આરાસુરી અંબાજી માતાનાં ૭ વાહન છે. સપ્તાહનાં દરેક દિવસે અલગ શૃંગાર થાય છે.
રવિવારે ‘વ્યાઘ્રવાહિની’ છે.
સોમવારે ‘વૃઘભવાહિની’ છે.
મંગળવારે ‘સિંહવાહિની’ છે.
બુધવારે ‘ઐરાવતવાહિની’ છે.
ગુરુવારે ‘ગુરુડવાહિની’ છે.
શુક્રવારે ‘હંસવાહિની’ છે અને
શનિવારે ‘ગજવાહિની’ છે. આમાં વ્યાઘ્રવાહિની સ્વર્ણમંડિત (સોનાથી મઢેલી) અને શેષ વાહિનીઓ રત્નમંડિત છે.
આ દિવસે જે ભક્તો માતાનાં મંદિરમાં નથી જઈ શક્તા તે પોતાનાં ઘરે સવારથી લઈ બીજા દિવસ સવારે ૨૪ કલાક સુધી ચોખ્ખા ઘીનો અખંડ દીપક પ્રજવલિત રાખી વ્રત કરી શકે છે. આ ઉપરાંત બહેનો પોતાના ભાઈની લાંબી આયુ, સમૃદ્ધિ માટે પોષી પૂનમનું વ્રત કરે છે. આ સિવાય આ દિવસે સવારે તાંબાનાં લોટામાં જળ લઈ પીપળદેવને અર્પણ કરવું. મીઠાઈ ધરાવી. ધૂપ કરી માં લક્ષ્મીને પ્રાર્થના કરી પોતાનાં ઘરે નિવાસ કરે તેનું આમંત્રણ આપવાથી જાતક પર માં લક્ષ્મી શ્રીદુર્ગાની કૃપા હંમેશા બની રહે છે