રાજ્ય માં કોરોના ની સ્થિતિ માંડ થાળે પડતા સરકારે બાળકો ના શૈક્ષણિક ભવિષ્ય ને લઈ શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લઈ પ્રથમ તબક્કા માં ધો.10 અને ધો.12 ના વર્ગો ચાલુ કર્યા છે પણ આ બધા વચ્ચે જૂનાગઢના કેશોદમાં શાળાઓ ખુલતા જ 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કે.એ.વણપરિયા વિનય મંદિર શાળામાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં વાલીઓ માં ગભરાટ ફેલાઈ ગયો છે.
આ ઘટના ની ગંભીરતા ને ધ્યાનમાં લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને હાલ ક્વોન્ટાઇન કરી દીધા છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને જરૂર પડ્યેથી કોરોના ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા. 11 જાન્યુઆરીથી ગુજરાતભરમાં ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજરોજ એક સાથે એકજ સ્કૂલ ની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભારે ચિંતા નો માહોલ છવાયો હતો.
