જામનગર માં ભાજપ ના અગ્રણી ની પુત્રવધુ ના જુગાર ના અડ્ડા ઉપર પોલીસે રેડ કરી પુર્વ સાંસદના પુત્રવધુ સહિત ૧૪ મહિલાઓને ઝડપી લઇ રોકડ રૂા.પ૭ હજાર મળીને રૂા.૧.૭૭ લાખનો મુદામાલ કબ્જે કરતા આ મેટરે જામનગર માં ભારે ચકચાર જગાવી છે.
વિગતો મુજબ જામનગર ના હાથી કોલોની શેરીનં-૧માં ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતી અને પુર્વ સાંસદ અને જામનગર જીલ્લા ભાજપના માજી પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલની પુત્રવધુ દિવ્યાબેન હીતેશભાઈ પટેલ ઘરમાજ જૂગારનો અખાડો ચલાવતી હોવા અંગે ની કન્ફોર્મ બાતમી મળતા એલસીબીની ટીમે દરોડો પાડતા અહીં 14 મહિલાઓ જૂગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. પોલીસે જુગાર રમી રહેલી દિવ્યાબેન તેમજ નિતાબેન ભરતભાઈ જોષી (રે.પ્રતાપેશ્વર મહાદેવ મંદીર સામે), મોતીબેન દયાળભાઈ પટેલ (રે.ઈન્કમ ટેક્સ ઓફીસ પાછળ, બ્રાહ્મણનો ડેલો), કારીબેન માલદેભાઈ ચાવડા (રે.ગોકુલનગર શ્યામશેરીનં-૩), ડીમ્પલબેન કપીલભાઈ ગઢીયા (રે.આણંદાબાવાનો ચકલો, લાલા મહેતાની શેરીની બાજુમાં), મનહરબા પ્રવિણસિંહ વાળા (રે.રામેશ્વરનગર, વિનાયક પાર્ક શેરીનં-૪), પુષ્પાબેન મનીષભાઈ ચાવડા (રે.નાગરચકલો લાલા મહેતાની શેરી), જયદીપાબેન વિજયભાઈ ગોસ્વામી (રે.સરદારનગર શેરીનં-૭, સાંઢીયાપુલ પાસે), પ્રિયાબેન જગદીશભાઈ રાબા (રે.રાજપાર્ક સાંઈબાબાના મદીર પાસે), લક્ષ્મીબેન વિક્રમશીભાઈ વોરા (રે.મહાલક્ષ્મીચોક સ્કુલની બાજુમા), સતીબેન રણમલભાઈ જાડેજા (રે.ગોકુલનગર જકાતનાકા પાસે), પ્રવિણાબેન ભરતભાઈ ચંદારાણા (રે.સીક્કા હાઉસીંગ બોર્ડ), વિજયાબા ચંદ્રસિંહ જાડેજા (રે.ખોડીયાર કોલોની, ૮૦ ફુટ રોડ), અંજુબેન કલ્પેશભાઈ ગોહીલ (રે.ક્રિષ્નાચોક યાદવનગર વુલનમીલ રોડ)ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પરથી રોકડ રૂા.પ૭ હજાર તેમજ રૂા.૧.ર૦ લાખની કિંમતના ચાર મોટર સાયકલ મળીને કુલ રૂા.૧.૭૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જોકે કાયદા ના નિયમ મુજબ સાંજ પડી ગઈ હોવાથી મહિલાઓની ધરપકડ થઈ શકી ન હતી અને નોટીસ આપીને છોડી મુકવામાં આવી હતી.
આ પ્રકરણે જામનગર પંથક માં ભારે ચકચાર જગાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને પુત્રવધુ દિવ્યાબેન વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી બબાલ ચાલુ છે અગાઉ દિવ્યાબેને પોલીસ માં સસરા વિરુદ્ધ કમ્પ્લેન પણ કરી છે અને છુટાછેડા અંગેનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે બન્ને વચ્ચે 36 નો આંકડો ચાલી રહ્યો છે તેવે સમયે જ અડ્ડા ઉપર રેડ પડતા અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.