રાજકોટ માં 28 જેટલી સોસાયટીઓ માં રાજ્ય ના મહેસુલ વિભાગ દ્વારા પ્રથમ વાર અશાંતધારો લાગુ કરી દેવાયો છે, રાજકોટની આ 28 સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે મંજૂરી જરૂરી બનશે. રાજકોટ ના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડની 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરાયો છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે તેમાં છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈ નગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની 28 સોસાયટીનો સમાવેશ થાય છે. 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. સ્થાવર મિલકતનું હસ્તાંતરણ રાજકોટ જિલ્લા કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ ગણાશે. મનપા ની ચૂંટણી પહેલા રાજકોટમાં અશાંતધારો લાગુ કરાતા અનેક ચર્ચાઓ ઉઠી છે. અહીંના રૈયા રોડ, એરપોર્ટ રોડ, રેસકોર્ષ રિંગ રોડ, છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર, ઈન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્કની સોસાયટી માં લાગુ આ નિયમ મહેસુલ વિભાગના જાહેરનામા મુજબ 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. હવે 28 સોસાયટીમાં મિલકત વેચાણ માટે કલેક્ટર ની મંજૂરી જરૂરી આવશ્યક રહેશે.
