સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવનાર જામ ખંભાળિયા ના નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ ની ઘટનામાં નવો ખુલાસો થયો છે અને નિશા એ જ પોતાની ઉપર ફાયરિંગ કરાવ્યા ની વાત બહાર આવી છે.
એટીએસની ટીમે આ ફાયરિંગ ની ઘટના માં બે ઈસમો ની સરખેજ ઉજાલા સર્કલથી ધરપકડ કરી હાથ ધરેલી તપાસ માં આ ખુલાસો થયો હતો.
વિગતો મુજબ જામનગરના એડવોકેટ કિરીટ જોશીના મર્ડર કેસમાં નિશા ગોંડલીયા સાક્ષી હોય યશપાલસિંહ જાડેજા અને તેના ભાગીદાર જયેશ પટેલ દ્વારા નિશાને સાક્ષીમાંથી હટી જવા ધમકીઓ આપી હતી અને નિશા ઉપર ગોળીબાર પણ કરાવ્યો હોવા અંગે થયેલી ફરિયાદ બાદ એટીએસની ટીમે અયુબભાઈ દરજાદા(ઉં.36) અને મુકેશ સિંધી જાનભાઈ શર્મા(ઉં.39)(બંને રહે.જામનગર)ને અમદાવાદ ના ઉજાલા સર્કલથી દબોચી લીધા હતા જેઓ ની પૂછપરછમાં જયેશ પટેલ, યશપાલ જાડેજા સાથે બિલ્ડર લાલાભાઈ ગોરીયા અને નિશા ગોંડલીયાને પૈસાની લેતી-દેતી બાબતે ઝગડો હતો. જેથી જયેશ, યશપાલ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટે નિશાએ પોતાના ઉપર ગોળીબાર કરાવ્યો હોવાનું જણાવતા પોલીસે હવે આ દિશામાં હવે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે બિટકોઇન પ્રકરણ થી લાઈટ માં આવેલ નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી
