સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ અગાઉ રાજકારણ ગરમાયુ છે અને પક્ષ પલટાઓ શરૂ છે ત્યારે રાજકોટ ના વીંછીયા માં 200 કાર્યકરોએ કોંગેસ નો ખેસ પહેર્યો હતો,રાજકોટ જિલ્લા માં વિછીયા તાલુકામાં ભાજપ ના 200 કાર્યકરો કોંગ્રેસ માં જોડાઈ ગયા છે. વિછીયા તાલુકાના રૂપાવટી ગામમાં કોંગ્રેસે ખેડૂલ સંમેલન બોલાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના 200 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા હતા. વિછીયા તાલુકાના ભાજપ મહામંત્રી અને વિછીયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને વિછીયા તાલુકામાં અન્ય હોદ્દા પર રહી ચુકેલા અમૃતભાઈ કોરડીયા અને તેમના સમર્થકો કોંગ્રેસ માં જોડાયા હતા આ વિસ્તાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગઢ ગણાય છે જ્યાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અગાઉ જ કાંકરા ખર્યા છે.
