છેલ્લા ઘણાજ સમય થી ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર આંચકા અનુભવાયા છે.
કચ્છમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજે 7.22 કલાકે કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
કચ્છના બેલામાં સવારે 5:57 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 44 કિ.મી. દૂર નોધાયું હતું. આજે સવારે કચ્છમા ભૂકંપના બે આંચકા આવ્યા હતા. મોડી રાત્રે 12 વાગ્યાને 46 મિનિટે અને સવારે 5 વાગ્યાને 57 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્રીજો આંચકો સાંજે આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. કચ્છ સિવાય સૌરાષ્ટ્રમાં પણ ભુકંપ ના આંચકા નોંધાયા હતા.
આજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 29 કિમી દૂર પાંચપીપળાના ભૂગર્ભમાં 12.3 કિમીની ઉંડાઈએ નોંધાયું હતું. આમ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભુકંપ ના આંચકા આવી રહ્યા છે પરિણામે લોકો માં ભય ફેલાયો છે.
