જ્યાર થી આ કોરોના આવ્યો છે ત્યારથી લોકો ની જાણે પનોતી ચાલુ થઈ ગઈ છે અને એક તરફ નોકરી, ધંધા બંધ થઈ ગયા છે ઉપર થી જાણે અજાણ્યે નિયમ ભંગ થાય તો મોટો દંડ ભરવો પડે છે પણ નેતાઓ ને કોઈ નિયમો નડતા નથી અને વારંવાર નિયમો નો ભંગ કરી રહ્યા છે પરંતુ દંડ કરાતો નથી આ બે ઘારી નીતિ ના કારણે જ હવે લોકો માં નારાજગી જોવા મળી રહી છે.
રાજકોટમાં પંથક માં કોરોના ગાઇડલાઇનનો ભંગ સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં થતા ફરી એકવાર વિવાદ થયો છે, ભાજપના એક અભિવાદન કાર્યક્રમમાં ભીડ એકત્ર થઈ હતી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નો જાહેર માં ભંગ થયેલો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ખીરસરા ગામે નેતાઓ એજ કોરોના ગાઈડલાઇન ના લીરા ઉડાવ્યા હતા. રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રી ના યોજાયેલા અભિવાદન સમારોહમાં 200થી વધુ લોકો એકત્ર થયા હતા, જેમાં અનેક લોકોએ તો માસ્ક પહેર્યા ન હતા, કે ના તો કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયેલું જોવા મળ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠીયા અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ હતા ઉપસ્થિત હતા. આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને આયોજકો ને કોઈ દંડ નહિ થતા ભેદ વાળી અને લાગવગિયા શાહી નું પ્રદર્શન જોવા મળતા લોકો માં અનેક ચર્ચા જોવા મળી હતી.
