કચ્છમાં રાત્રે ભચાઉ માં નોંધાયેલા ભુકંપ ના આંચકા બાદ સૌરાષ્ટ્ર માં પણ ઉપલેટા વિસ્તાર માં સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે.
ઉપલેટામાં ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપથી ઉપલેટાની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધતા લોકો માં ભય જોવા મળી રહ્યો છે.
