સૌરાષ્ટ્રમાંઆજે વહેલી સવારે ગોંડલ નજીક બિલિયાળા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ તરત જ આગ ફાટી નીકળતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ગાડી માંજ જીવતા સળગી જતા ભારે કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ બંને વાહનમાં આગ લાગવાથી હાઈવે પર ટ્રાફિકજામ થઇ જતાં પોલીસ અને આગ ને કાબૂમાં લેવા માટે ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ફાઈટરો, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે.
અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વિગતો મુજબ કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ કમનસીબ ઘટના બની હતી કારમાં ગોંડલનો પરિવાર સવાર હોવાની વિગતો જાણવા મળી છે.
