ટેનીસ જગતમાં સ્ટાર ખેલાડી રોજર ફેડરરે શાનદાર પ્રદર્શન કરતા શાંઘાઇ માસ્ટર્સ ટેનીસ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુકાબલો રોજર ફેડરર અને રફેલ નડાલ વચ્ચે થયો હતો. ફેડરરે ફાઇનલ મેચ 6-4 અને 6-3 થી પોતાના નામે મેચ કરી હતી અને ખિતા પોતાના નામે કર્યો હતો.
આ પહેલા રોજર ફેડરરે સેમી ફાઇનલમાં આર્જેંટીનાના ખેલાડી જુઆન ટેલ પોત્રોને 3-6, 6-3 અને 6-3 થી હાર આપી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલમાં રોજર ફેડરરને સામનો સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ સામે થશે. તો અન્ય એક સેમી ફાઇનલ મેચમાં રફેલ નડાલે ક્રોએશીયાના મારીન સિલિકને 7-5 અને 7-6(7-3) થી હાર આપી હતી અને ફાઇનલમાં પ્રવાશ મેળવી લીધો હતો.