આઠ વરસથી જેની રાહ જોઈ રહ્યો હતો, તે આર.ઓ પ્લાન્ટ હવે તૈયાર થઇ ગયો છે..!
નડિયાદ શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી 2012માં શરૂ થઇ હતી. જોકે, તે સમયે માત્ર બે વરસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. હાલ આઠ વરસના વ્હાણા વિતી ગયા બાદ આ કામ પૂર્ણ થવાના આરે આવીને ઉભુ છે. જે નવા 2021ના વરસમાં કાર્યરત થઇ જશે અને નડિયાદ વાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળશે. આ યોજનાના પ્રથમ ચરણમાં 51 કરોડ જેવી રકમ ખર્ચાઇ છે. જેમાં શહેરભરમાં પાઇપ લાઇન બિછાવવામાં આવી હતી. જે કામ 2014માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં 29.60 કરોડના ખર્ચે મોકા તળાવ ખાતે ફિસ્ટ્રેશન પ્લાન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી હવે પુરી થવા આવી છે. 2012થી ચાલી રહેલા આ પ્રોજેક્ટ સંદર્ભે શહેરીવાસીઓએ પણ એક સમયે આશા છોડી દીધી હતી. પરંતુ નવા 2021ના વરસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ રીતે કાર્યરત થતાં શહેરને પીવાનું શુદ્ધ પાણી મળશે.
નડિયાદ
• 01 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા
• 56 કરોડ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા
• 49.5 મીટર સમ્પનો વ્યાસ
6.45 સમ્પની ઉંચાઇ
– 12 પમ્પ ફિટ કરાશે
20 વરસનું આયોજન
નહેરના કારણે ભુગર્ભ જળ સલામત રહેશે
નડિયાદ શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે નહેર પર આધાર રાખવામાં આવ્યો છે. આ અંગે નહેર વિભાગ સાથે કરાર પણ કરવામાં આવશે. આ પાણી તળાવમાં આવ્યા બાદ તેનું ફિસ્ટ્રેશન થશે અને શહેરભરમાં વહેંચવામાં આવશે. જેથી ભુગર્ભ જળ સલામત રહેશે.