રાજકોટ માં હવે લાભાર્થીઓને માત્ર રૂ. 3.50 માં ફર્નિચર વાળો ત્રણ રૂમ નો ફ્લેટ મળે તે સપનું આજે સાકાર થતું જણાયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમ થી 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કર્યો છે. નવા વર્ષમાં વડાપ્રધાન મોદીનો આ પહેલો કાર્યક્રમ છે.
તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા અંતર્ગત અગરતલા(ત્રિપુરા), રાંચી(ઝારખંડ), લખનઉ(ઉતર પ્રદેશ), ઈન્દોર(મધ્ય પ્રદેશ), રાજકોટ(ગુજરાત) અને ચેન્નાઈ(તમિલનાડુ)માં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે 1 લી જાન્યુઆરીએ રાજકોટ ખાતે ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી થી બનનારા 1144 આવાસ ની વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું.
કેન્દ્ર સરકારે દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજી થી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રાજકોટ શહેરનો સમાવેશ કરાયો છે. જેથી રાજકોટમાં હવે લાભાર્થીઓને 3.50 લાખમાં 2 BHKનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે.
રાજકોટના રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. નં.32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડરૂમના ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આમ હવે આ યોજના થકી લોકો ને સપના નું ઘર મળશે.
