સુરત : “કોઈ ભ્રષ્ટચારી નેતા ને છોડવામાં નહીં આવે અને કોઈ ભ્રષ્ટચારી નેતા મારો સગો નથી” તેમ વડાપ્રધાને ભાષણમાં કહ્યું હતું જેથી સુરતના હોસંગ મિર્ઝા નામના વકીલે નવસારી – લોકસભાના ભાજપના સાંસદ સી.આર.પાટીલ વિરુદ્ધ પીએમઓ ઓફિસમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 2003 માં સાંસદ દ્વારા ડાયમંડ જ્યુબિલી બેંકને કરોડોનો ચુનો ચોપડી છેતરપિંડી કરવામાં આવી હતી. જેની સામે સાંસદ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કોર્ટમાં હાલ કેસ ચાલે છે…વકીલ દ્વારા કરવામાં આવેલ અરજી મુજબ સાંસદ કોર્ટમાં હાજર નહીં રહેતા હોવાથી,કેસ આગળ નથી ચાલી રહ્યો. જેથી સાંસદ વિરુદ્ધ તાકીદે કેસ ચલાવવામાં આવે તેવી લેખિતમાં પીએમઓ ઓફિસમાં વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે…જો કે વકીલની આ ફરિયાદને સાંસદે ખોટી ગણાવી હતી. રાજકીય ઈશારે પાર્ટીને બદનામ કરવાનું કાવતરું ગણ્યું હતું।
સુરત ના અડાજણ સ્થિત ગજાનંદ સોસાયટીમાં રહેતા હોસંગ મિર્ઝા વ્યવસાયે વકીલ છે..હોસંગ મિર્ઝા દ્વારા સુરત – નવસારી લોકસભાના ભાજપના સાંસદ સી.આર.પાટીલ વિરુદ્ધ વડાપ્રધાનને લેખિતમાં એક ફરિયાદ કરવામાં આવી છે.જેને લઈ આગામી વિધાનસભાની ચૂંટણી ટાણે સાંસદ સીઆર પાટીલ સામે આફતના એંધાણ દેખાઈ રહ્યા છે.હાલ જ યોજાયેલ એક જાહેર સભામાં વડાપ્રધાને એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે ,”કોઈ પણ ભ્રષ્ટચારી નેતાને છોડવામાં નહીં ,કોઈ ભ્રષ્ટચારી નેતા મારો સગો નથી.વડાપ્રધાનના આ નિવેદન સામે હોસંગ મિર્ઝાએ સુરતના સાંસદ સી.આર.પાટીલ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવાની માંગ વડાપ્રધાનને કરી છે…આ અરજીને લઈ રાજકીય વર્તુળોમાં પણ ઉવાપુહા મચી ગયો છે..હોસંગ મિર્ઝાના જણાવ્યાનુસાર સુરત – નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ એક મોટુ માથું છે.તેમની સામે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠવવા તૈયાર થતું નથી.પરંતુ તેમને વર્ષ 2003 માં ડાયમંડ જ્યૂબીલી બેંકને ઉઠાવી 46 કરોડથી પણ વધુનો ચુનો ચોપડી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો. જેમાં તેના મલ્ટીયા અને સાંસદ ની મહત્વની ભૂમિકા રહી હતી..સાંસદ ના મોટા ભ્રષ્ટાચાર ને લઈ થાપનદારોએ પોતાના નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો..તો ડાયમંડ જ્યુબિલી બેંકના કેટલાક કર્મચારીઓએ રોજગારી ગુમાવવાનો વખત આવ્યો હતો..આ મામલે સાંસદ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામ આવ્યો હતો,જે હાલ કોર્ટ મેટર પર છે.પરંતુ સાંસદ કોર્ટમાં હાજર નહીં થતા મેટર પેન્ડીગ પર પડી છે..જે પ્રકારે વડાપ્રધાને ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ સામે નિવેદન આપ્યું છે,તે બદલ સાંસદ વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ સાથે પીએમઓ ઓફિસમાં લેખિતમાં ફરિયાદ કરી છે.એક સાંસદ ના આટલા મોટા ભ્રષ્ટાચાર છતાં પણ પાર્ટી દ્વારા તેને સત્તા ના શાસન પર બેસાડવામાં આવે છે,તે યોગ્ય બાબત નથી.કરોડો નો ભ્રષ્ટાચાર કરનાર સાંસદ ની આ પ્રકારની છબી ,સમાજ માટે અને પાર્ટી માટે કલંકિત સમાન હોય તેવું માનવું છે..વધુમાં હોસંગ મિર્ઝાએ જણાવ્યું કે ,જો પીએમઓ ઓફિસથી અરજીના અનુસંધાનમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે,તો ઉપર સુધી જવા માટે પણ તેઓ તૈયાર છે.તેમજ કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર સાંસદ સામે પેન્ડીગ કેસ ચલાવવામાં આવે તેવી માંગ સાથે આખરી લડાઈ લડી લેવાનું પણ મન તેઓ બનાવી ચુક્યા છે તેવી પ્રતિક્રિયા હોસંગ મિર્ઝાએ આપી છે.
સુરતના અડાજણ સ્થિત વકીલ હોસંગ મિર્ઝા દ્વારા પીએમઓ ઓફિસમાં લેખિતમાં કરવામાં આવેલ ફરિયાદ અંગે સીઆર પાટીલે પણ પોતાનો ખુલાસો આપ્યો હતો.હાલ જ યોજાયેલ એક પત્રકાર પરિષદમાં સીઆર પાટીલે તેમના આ આક્ષેપો ને એક રાજકીય ષડયંત્ર હોવાની વાત જણાવી હતી ..સાંસદ સીઆર પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હોસંગ મિર્ઝાએ જે આક્ષેપો કર્યા છે તે સામી ચૂંટણીએ મારી પાર્ટી અને મને બદનામ કરવાંના હેતુસર કર્યા છે .જેથી મારે ખુલાસો આપવાનો જરૂરી બન્યું છે. ચૌદ વર્ષ પહેલાના આ કેસમાં કુલ 46 કરોડ રકમ સામે 87 કરોડ વ્યાજ સાથે ચૂકવી બેન્કની લોન ભરપાઇ કરી દીધી છે.આ બાબતની નોંધ લેવાના બદલે હોસંગ મિર્ઝા દ્વારા કોર્ટમાં કેસ નથી ચાલી રહ્યો તેવી નોંધ લેવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે હમણા સુધી આ કેસને લઈ કોઈ પણ રીતે પોતે કોર્ટમાં કેસ પેન્ડીગ રાખવા અંગે પ્રયાસ નથી કર્યો. કોર્ટમાં ત્રણ વખત જાતે અરજી કરી છે. પરંતુ હજી સુધી કેસ ચાલવા પર નથી આવ્યો ,તેમા મારો કોઈ રોલ નથી. હોસંગ મિર્ઝાએ ફક્ત પોલિટિકલ લાભ મેલવવા માટે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે.તમામ કેસોનું નિરાકરણ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો અને એક સક્રિય કાર્યકર્તા તરીકે ઉભરી આવ્યો…જેથી પાર્ટીએ પણ લોકસભા ની સીટ માટે બે વખત ઉભા રહેવાનો લાભ આપ્યો હતો. જ્યાં લોકસભાની સીટ પરથી લોક સમર્થન ઠકી હું સાંસદ તરીકે ચૂંટાય આવ્યો છે. મારા પર લગાવવામાં આવેલ આક્ષેપ મારી જનતાનો વિસવાસ તોડવાનો પ્રયાસ આ અરજી કરનાર દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ પાર્ટી ની છબી ખરડાઈ તેવું કાવતરું રચવામાં આવ્યું છે. હોસંગ મિર્ઝા નો આ પ્રયાસ યોગ્ય નથી તેવું મારુ માનવું છે.
એક તરફ વડાપ્રધાન આ પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે..તો બીજી તરફ કરોડોના ભ્રષ્ટાચારના વમળમાં ખરડાયેલ સાંસદ સીઆર પાટીલ સામે સુરતના વકીલે પીએમઓ ઓફિસ ખાતે લેખિતમાં કેસ ચલાવવા અંગેની માંગ કરી છે.હોસંગ મિર્ઝાના આક્ષેપોને સાંસદ સીઆર પાટીલ હાલ તો પાયાવિહોના ગણાવી રહ્યા છે.પરંતુ જો ઝીણવટભરી તપાસ કરવામા આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે વાતમાં પણ કોઈ બેમત નથી.વડાપ્રધાને નિવેદન તો આપ્યું છે ,પરંતુ કરોડોના ભ્રષ્ટાચાર થી ખરડાયેલા સુરતના સાંસદ સીઆર પાટીલ સામે પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે ચર્ચા હાલ શહેરભરમાં અને રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.તો બીજી તરફ રાજકીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સાંસદ સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલે પણ ઉમેદવારી માટે ટીકીટ માંગી છે.જે પરથી કહી શકાય કે સાંસદ સીઆર પાટીલની રાજકીય કારકિર્દી સામે પણ હવે પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.આગામી 2019 મા લોકસભાની ચૂંટણી ટાણે સીઆર પાટીલ માટે કોઈ નવી મુસીબત ન લાવે તેવી ચર્ચાઓ પણ હાલ ઉઠી રહી છે.”કોઈ ભ્રષ્ટાચારી નેતા ને છોડવામાં નહીં આવે અને કોઈ ભ્રષ્ટાચારી નેતા મારો સગો નથી તેવા નિવેદન પર વડાપ્રધાન અટલ છે.જો કે તેમનું આ નિવેદન સાંસદ સીઆર પાટીલ માટે કોઈ સમસ્યાનું કારણ બનશે કે પછી પાર્ટીના નેતાઓ દ્વારા જૈસે થે વૈસે ની નીતિ અપનાવી આંખ આડા કાન કરવામાં આવશે તે બાબત મહત્વની બની રહેશે.