રાજકોટમાં એઇમ્સના ખાતમુહૂર્ત માટે લોકો માં ભારે ઉત્સુકતા છવાઈ છે અને આ પસંગે વડાપ્રધાન રાજકોટ આવવાની શકયતા ને લઈ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ મળતી વિગતો મુજબ હવે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ માટે રાજકોટ આવવાના નથી અને દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરનાર છે. જોકે, તા. 31 ડિસેમ્બરે યોજાનાર આ વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી રૂપાણી નો કાફલો રાજકોટ ઉપસ્થિત રહેશે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલિપેડના સ્થળોની મુલાકાત લઇ હાજર રહેનારા મહાનુભાવો અને વ્યવસ્થા ની સમીક્ષા કરી હતી.
