રાજકોટમાં ફરી એકવાર કોરોના વકર્યો છે અને છેલ્લા 24 કલાકમાં જ પાંચ લોકો ના મોત થઇ ગયા છે અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને તેમના પત્ની સહિત 20 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 હજાર 956 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 815 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે 106 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે. ગુજકોમાસોલના ચેરમેન અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને તેમના પત્ની કોરોના પોઝીટિવ આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
રાજકોટમાં 2600માંથી 2124 બેડ સારવાર માટે ઉપલબ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 300ને પાર કરી ગઈ હતી હવે કેસ ઘટતાં 122 થઈ છે. બે દિવસ પહેલા મનપા વિસ્તારમાં આ ઝોનની સંખ્યા 43 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે
