મોરબીમાં ખાટકીવાસમાં બારશાખ રાજપૂત શેરીમાં ફાયરિંગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ છે.
મોરબીમાં જૂથ અથડામણ નો મામલો સામે આવ્યો છે અહીંના ખાટકીવાડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા રફીક લોખંડવાલાના પુત્ર પર ફાયરીંગ થયું હતું. જેમાં કુલ 2 લોકોના મોત થયા છે. ફાયરિંગ દરમિયાન આદીલ લોખંડવાલા નું સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે ઇમરાન મેમણનું સારવાર દરમિયાન મોત થતા અહીં ભારે તંગદીલી નો માહોલ જોવા મળ્યો હતો.
આ ઘટનામાં 4થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ ઘટના ની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
