ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ટેન્ટ ભ્રષ્ટાચાર બાબતે લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી ચાલુ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કચ્છના સફેદ રણ ખાતેના ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ્દ કર્યો હોવાની વિગતો સાંપડી છે.
સરકારની માનીતી ગણાતી પેઢી લલ્લુજી એન્ડ સન્સને કચ્છના ધોરડો ખાતે યોજાનારા PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવી છે અને વિજય રૂપાણીના વતન રાજકોટની પેઢી કિશોર પરમાર એન્ડ મંડપ સર્વિસને ટેન્ડર અપાયું હોવાની વિગતો સાંપડી છે.
કુંભ મેળામાં તંબુ લગાડવા માં લલ્લુજી એન્ડ સન્સ ના કરોડોના કૌભાંડના પગલે બાકાત કરી દેવાઈ ત્યારે કચ્છમાં પણ તેને અળગી કરી દેવાતાં જાણકારોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાત અગાઉ મંગળવારે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને ધોરડોમાં યોજાઈ રહેલા રણોત્સવમાં પ્રવાસીઓની ઘટતી જતી સંખ્યાને લઇને અધિકારીઓ પાસે થી કારણો માંગ્યા હતા તેઓ એ કચ્છ માં પ્રવાસીઓ ને આકર્ષવા માટે પગલાં ભરવા અધિકારીઓ ને સૂચના આપી હતી.