ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધ ના એલાન ને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરાયા બાદ ગુજરાત માં ઠેરઠેર કોંગી અગ્રણીઓ ની અટક કરવામાં આવી હતી તેવે સમયે અમરેલી માં પણ કોંગી અગ્રણી પરેશ ધાનાણી પોતાના સ્કૂટર ઉપર બજાર માં નિકળ્યા હતા અને શહેર ના વેપારીઓ ને બંધ રાખવા વિનંતી કરતા ફરજ ઉપર હાજર પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને પરેશ ધનાણી ને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરેશ ધાનાણી એ લોકશાહી માં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો દરેક નાગરિક ને હક્ક હોવાનું જણાવી પોલીસ અધિકારીઓ ને દૂર કર્યાં બાદ ભારે અફરા તફરી ના માહોલ માં પોલીસ ના કોર્ડન માંથી નીકળી ફરી પાછા બજાર માં વેપારીઓ ને બંધ રાખવા અપીલ કરતા રહ્યા હતા અને આ વખતે પોલીસ ની જીપ પાછળ અને અને પરેશ ધાનાણી આગળ એમ લાંબો સમય પોલીસ અને નેતા વચ્ચે સંતાકૂકડી નો ખેલ ચાલ્યો હતો અને દરેક વખતે પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને પોલીસ કાફલા ની વચ્ચે થી નિકળી જતા હતા. પરિણામે અમરેલી શહેર મા પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી ના દ્રશ્યો સર્જાયા હતા. આખરે અમરેલી ના જીવરાજ મહેતા ચોક વિસ્તારમાં પોલીસે પરેશ ધાનાણી ને ચારે તરફ થી ઘેરી લઈ અટકાયત કરી લીધી હતી.
ગુજરાતમાં અમરેલી શહેર આજના બનાવ ને લઈ મીડિયા માં રાષ્ટ્રીય સ્તરે ચમકયું હતું.
