કોરોના થી સંક્રમિત દર્દીઓ એ લાખ્ખો રૂપિયા ની ફી ભરી રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ માં એડમિટ થયા બાદ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ 9 દિવસ બાદ આજે વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે. આગની ઘટમાં ગંભીર રીતે દાઝી જતા ગાંધીધામના 66 વર્ષના દર્દી થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિને ગોકુલ હોસ્પિટલમાં ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યાં હતાં. ત્યારે આજે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આમ આ આગકાંડ માં 6 દર્દીઓ ના મોત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મધરાત્રે લાગેલી આગે કોરોના પોઝિટિવના 5 દર્દીના ICUમાં બેડ ઉપર જ મોત થયા હતા.જેમાં નવ દિવસ બાદ વધુ એક દર્દી નું સારવાર દરમ્યાન મોત થયું છે.
