રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનામાં મૃતક કમનશીબો ના પરિવાર ને સરકારે 4 લાખ ની સહાય ની જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.આ બનાવે સમગ્ર રાજ્ય માં ભારે ચકચાર જગાવી છે.
